મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ આવવાનો સિલસીલો યથાવત રહ્યો છે. આજે ૧૧ નવા કેસો નોંધાયા છે. બીજી તરફ આજે ૧૨ દર્દી રિકવર થતા એક્ટિવ કેસનો આંક ૫૯એ પહોંચી ગયો છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૭૭૧ જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના ૩ અને ગ્રામ્યના ૭ તેમજ ટંકારા ગ્રામ્યના ૧ મળી કુલ ૧૧ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબીના ૧૧ અને માળિયાના ૧ કોરોનાગ્રસ્ત દર્દી રિકવર થયા છે. હાલની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૫૯ થઈ છે.