મચ્છુ નદી ઉપર પુલ બનાવી ટ્રાફીક સમસ્યા ઉકેલો : કાંતિલાલ અમૃતિયા

- text


મોરબીની સળગતી સમસ્યા અંગે મુખ્યમંત્રીને રજુઆત કરતા પૂર્વ ધારાસભ્ય

મોરબી : મોરબી જિલ્લો દિન પ્રતીદિન ઔધોગિક ક્ષેત્રે વિકાસ કરતો રહે છે.તેથી ટ્રાફીક સમસ્યાનો પ્રશ્ન પણ સાથે વધતો જાય છે.ત્યારે મચ્છુ નદી ઉપર બે નવા બ્રીજ બનાવવા મોરબી – માળિયા(મી.)ના પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી ટ્રાફીકની સળગતી સમસ્યા ઉકેલવા રજૂઆત કરી છે.

મોરબી જીલ્લો બન્યા બાદ પહેલા કરતાં પણ ખૂબ ઝડપથી વિકાસ પામતું વિશ્વવિખ્યાત ઔદ્યોગીક શહેર છે. શહેરની મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદીના એક બાજુએ નેશનલ હાઈવેની આસપાસ અંદાજે ૪૦ કિ.મી. લંબાઇમાં ઔદ્યોગીક એકમો આવેલો છે અને બીજી તરફ મોરબીનો મોટા ભાગનો રહેણાંક વિસ્તાર આવેલો છે.એક બાજુથી બીજી બાજુએ જવા માટે હાલમાં મચ્છુ નદી પર પાડાપુલ તથા મયૂરપુલ એમ બે પુલ આવેલ છે પણ મોરબીના ટ્રાફીક તથા વાહનો તેમજ બહારગામથી આવનારા વાહનોને લક્ષમાં લેતા આ બન્ને બ્રીજ અપૂરતાં છે.

- text

વધુમાં મોરબીના મચ્છુબારી-દરબારગઢથી મહાપ્રભુજીની બેઠક સુધીનો સબમર્સીબલ બ્રીજ અને લીલાપર રોડ પરના ઇલેક્ટ્રિક સ્મશાનથી ભડીયાદ હેડવર્કસ જયાં રાજાશાહીના વખતની મહાજનની પાજ આવેલી છે. આ બન્ને જગ્યાએ નવા બ્રીજ બનાવવામાં આવે તો મોરબીની ટ્રાફીક સમસ્યા હળવી થશે. અકસ્માતો તથા ટ્રાફીક જામ નાબુદ થશે અથવા ઓછા થશે.આ અંગે પહેલા પણ રજુઆત કરેલ છે આ અંગે સ્પેશયલ ગ્રાન્ટ ફાળવી મચ્છુ નદી પર બે પુલ બનાવવા અંગેની મોરબી – માળિયા(મી.)ના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે.

- text