વાંકાનેર : વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા રામકિશોરદાસ બાપુનું પૂજન અર્ચન કરવામાં આવશે. વાંકાનેરમા જડેશ્વર રોડ ઉપર આવેલ પ્રસિદ્ધ મુનિબાવાની જગ્યા ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ ગુરુપૂર્ણિમાની ઉત્સાહ ભેર ભવ્ય ઉજવણી ભક્તિ-ભાવપૂર્વકથી થાય છે. તેમજ હજારો ભાવિકો માટે મહાપ્રસાદ યોજાય છે.કોરોના ના કારણે 2 વર્ષ બાદ તા 13/7/22 ના રોજ અષાઢ સુદ પૂનમ ના બુધવારે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામા આવશે. મહંત શ્રી સદગુરુ રામકિશોરદાસ બાપુનું ગુરુપૂર્ણિમાના પાવન અવસરે તા. 13/07/22 ના સવારે 9:30વાગે સદગુરુ રામકિશોરદાસ બાપુનું પૂજન-અર્ચન વિધિ ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા કરવામા આવશે. ત્યારબાદ ભાવિ ભક્તો માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. તેમ ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતીના વિશાલભાઈ પટેલ દ્વારા યાદીમાં જણાવાયું છે.