મોરબી : મોરબીમાં પરિવારથી વિખૂટી પડી ગયેલી ૯ વર્ષની બાળકીને એ ડિવિઝન પોલીસે કાઉન્સેલિંગ કરી તમામ વિગતો જાણી તેના પરિવારને બોલાવી પરીવાર સાથે મિલન કરાવ્યું હતું. મહિલોઓની સુરક્ષા તેમજ એકલવાયુ જીવન જીવતા સીનીયર સીટીઝનની મદદ માટે મોરબી સીટી એ ડિવી.પો.સ્ટે.ખાતે “SHE TEAM” ની રચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને પો.ઇન્સ.એમ.પી.પંડ્યાની સુચના મુજબ SHE TEAM પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીમાં મહેન્દ્ર ડ્રાઇવ રોડ ગોલા બજારમાંથી એક નાની બાળકી એકલી મળી આવતા તેને પો.સ્ટે.લાવી પુછપરછ કરતા તેનું નામ સોનમબેન રામભાઇ નિનામા ઉવ-૦૯ વર્ષ રહે. અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેકના કારખાનામાં તા.જી.મોરબી મુળ-ગામ ભીલખેડી તા.સરદારપુર જી.ધાર (મધ્યપ્રદેશ) વાળી હોવાનું માલૂમ પડ્યું હતું. તેના માતા- પિતા મોરબી ખાતે રહેતા હોય તેના દાદી અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેક ના કારખાનામાં રહેતા હોય ત્યા જવું હોય જેથી ઘરેથી એકલી નીકળી ગયેલ હોય જેથી તેના માતા-પિતા તથા દાદીનો સંપર્ક કરી અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેકના કારખાનામાં જઇ તેના પરીવાર સાથે પુનઃમિલન કરાવી બાળકીને તેના માતા-પિતા તથા દાદીને સોપી આપેલ છે. આ કામગીરીમાં પીઆઈ એમ.પી.પંડ્યા,પો.હેડ કોન્સ.પ્રવિણસિંહ બનેસિંહ જાડેજા, મિલનકુમાર લાલજીભાઇ, મહિલા પો.કોન્સ.પૂનમબેન બેચરભાઇ,મોનાબેન કિરણસિંહ, સોનલબેન મુળજીભાઇ સહિતના જોડાયેલ હતા.