વાકાનેર : વાકાનેર સિટી પોલીસે અમરસરમાં દરોડો પાડીને જુગાર રમતા ૮ શખ્સોને રૂ. ૨૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમરસર પંચાયત પાસે અમુક ઈસમો જાહેરમા ગે.કા રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વતી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ હકીકત આધારે વાકાનેર સિટી પોલીસે રેઈડ કરતા જુગાર રમતા તકદીરભાઈ હુશેનભાઈ બ્લોચ, શેખરભાઇ સલીમભાઇ શાહમદાર, રફીકભાઈ મુરાદભાઈ બ્લોચ, એજાજભાઇ જાવિદભાઇ સોહરવદી, રસુલભાઇ હાજીભાઇ શાહમદાર, રમજુભાઈ હાજીભાઈ શાહમદાર, સિકંદરભાઈ મુરાદભાઈ બ્લોચ, હનીફભાઈ ઉસ્માનભાઈ બ્લોચને રોકડા રૂપીયા ૨૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા, એ.એસ.આઈ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, પો.હે કોન્સ. પ્રદીપસિંહ ધીરૂભા ઝાલા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, હરદીપસિંહ અશોકસિંહ ઝાલા, પો.કોન્સ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઈ હકુભાઈ વાસાણી, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, શકિતસિંહ જનકસિંહ જાડેજા, અજીતભાઈ ભુરાભાઈ સોલંકી જોડાયા હતા.