મોરબી: ગત તારીખ 8-7-2022ના રોજ ધ વી.સી. હાઇસ્કૂલ ખાતે મોરબીના પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ. સોલંકીને ગાંધીનગર ખાતે બોર્ડમાં સંયુક્ત નિયામક તરીકે બઢતી મળતાં વિદાયમાન આપવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા સંયુક્ત રીતે બી. એમ. સોલંકીને મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી તથા તેમના પત્નીને સન્માન સહ વિદાય આપવામાં આવી હતી. આ તકે બંને સંઘના પ્રમુખ કામરિયા તથા કુંભરવાડિયા, મહામંત્રી મુસ્તાકભાઈ તથા વિશાલભાઈ મહિલા વિંગના પ્રમુખ ઉષાબહેન, સહમહામંત્રી ઘનશ્યામભાઈ વગેરેએ બી. એમ.સોલંકીને શિક્ષકગણ વતી શુભેચ્છા પાઠવી હતી.