સતત વરસાદને કારણે ઠેરઠેર રોડ ઉપર ખાડા પડયા, વાહનો ફસાવાની ઘટના વધી મોરબી : મોરબીમાં વરસાદને કારણે લાતીપ્લોટ પહેલાથી બેહાલ છે. ત્યારે આજે લાતીપ્લોટ-6માં જુના ગાંધીના કારખાના પાસે રોડ ઉપર મસમોટો ખાડો પડી ગયો હતો.તેમાં વરસાદી પાણી ભરાતા આજે એક ટ્રક આ ખાડામાં ખુંપી ગયો હતો. બાદમાં મહામહેનતે ટ્રકને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મોરબીમાં સતત વરસાદને કારણે રોડ ઉપર ખાડા પડી ગયા છે. સામાન્ય વરસાદમાં પણ અનેક માર્ગોનું ધોવાણ થઈ ગયું છે. રોડ ઉપર ખાડા પડવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર ટ્રાફિકજામ થાય છે. રોડ ઉપર ખાડા પડી ગયા હોય અને ઉપરથી વરસાદી પાણી ભરાતા ખાડા ન દેખાવાથી વાહનો એમાં ખાબકે છે. આજે આવી ઘટનાઓ વધી હતી. તેથી આ બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.