વરસાદ તેમજ ટ્રાફિક પોલીસની ગેરહાજરીને કારણે વાહનો સામસામે આવી જતા સમયના ગેઇટથી સરદાર બાગ સુધી વાહનોની કતારો લાગી મોરબી : મોરબીમાં રોડ તૂટતા ઠેર ઠેર ખાડાઓ થઈ ગયા છે. બીજી તરફ મહત્વના ટ્રાફિક પોઇન્ટ ટ્રાફિક પોલીસના અભાવે રામભરોસે થઈ ગયા હતા. આજે વરસાદ ઉપરથી ટ્રાફિક પોલીસની ગેરહાજરીને કારણે ઠેરઠેર ટ્રાફિકજામ થયો હતો. તેમાંય શનાળા રોડ ઉપર સમયના ગેઇટથી સરદાર બાગ સુધી વાહનોની કતારો લાગી હતી. જેથી લોકો ભારે ટ્રાફિકમાં ફસાયા હતા. મોરબીના મુખ્યમાર્ગો જ મહત્વના ટ્રાફિક પોઇન્ટ હોય પણ ઘણીવાર આવા મહત્વના ટ્રાફિક પોઇન્ટ રામ ભરોસે જોવા મળે છે. ઘણી વખત ટ્રાફિક પોલીસના દર્શન જ દુલર્ભ હોય છે. આ કાયમી સમસ્યા છે. નવા બસ સ્ટેન્ડ, સરદાર બાદ, શનાળા રોડ, જીઆઇડીસીના નાકા ઉપર સહિતની આવી મહત્વની ચોકડો ઉપર ટ્રાફિક પોલીસ હોતી જ નથી. આથી ટ્રાફિકના નિયમોનો ભંગ થતો હોય અને આડેધડ વાહનો ચાલતા ટ્રાફિકજામ થાય છે. આજે વરસાદ હતો અને ઉપરથી પોલીસની ગેરહાજરીને કારણે ઘણા માર્ગો ઉપર ટ્રાફિકજામ થયો હતો. શનાળા રોડ ઉપર સમયના ગેઇટથી સરદાર બાગ સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા. કલાકો સુધી ટ્રાફિક કાચબા ગતિએ ચાલતા લોકો અટવાયા હતા.