માળિયા : રાજપર (કુંતાસી) ગામના સેવાભાવી અગ્રણી નિલેશભાઈ પ્રભુભાઈ સાવરિયાએ દીકરી એન્જલના જન્મદિવસે માળિયા મિયાણાના સંગાથ આશ્રમે વડીલોને ભોજન કરાવ્યું હતું. જન્મદિવસની આ સેવાભાવી ઉજવણી બદલ વડીલોએ પણ અંતરના આશીર્વાદ આપ્યા હતા.