ભગવાન જગન્નાથના રથને બન્ને છેડાને બન્ને બાજુએ પુરુષો અને મહિલાઓએ ખેંચી શહેરભરમાં ફેરવ્યો મોરબી : મોરબીમાં સૌપ્રથમ વખત ઇસ્કોન હરેકૃષ્ણ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી છે. જેમાં પ્રથમ વખત ભગવાન શંકર-પાર્વતી, રામ-લક્ષ્મણ,સીતા અને રાધાકૃષ્ણની વેશભૂષા સાથે આ ભવ્ય જગન્નાથની રથયાત્રા શહેરમાં ફરી હતી. ભગવાન જગન્નાથના રથને બન્ને છેડાને બન્ને બાજુએ પુરુષો અને મહિલાઓએ ખેંચી શહેરભરમાં ફેરવ્યો હતો. મોરબીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં લોકો જ ભગવાન શંકર-પાર્વતી, રામ-લક્ષ્મણ, સીતા અને રાધાકૃષ્ણની વેશભૂષા સજીને બિરાજમાન થયા હતા. આ રથયાત્રામાં ભગવાનના જુદાજુદા વેશના ફ્લોટ દર્શાવવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથના મુખ્ય રથને મોટી સંખ્યામાં લોકો ખેંચી રહ્યા છે. જેમાં ભગવાન જગન્નાથના રથના એક છેડાના પુરુષો અને બીજા છેડાને મહિલાઓ ખેંચી આ રથને આખા શહેરના મુખ્યમાર્ગો ઉપર ફેરવવામાં આવી રહ્યો છે. જેમાં રવાપર રોડ ઉપરથી જગન્નાથની યાત્રા નીકળ્યા બાદ રવાપર રોડના મુખ્ય રસ્તા ઉપર ફરી ગાંધીચોક, રામચોક, નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલથી પરત રવાપર ચોકડી થઈ ઉમા હોલ ખાતે આવશે. હરે રામ... હરે કૃષ્ણ...ના નાદ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાઈને ભગવાન જગન્નાથની ભક્તિમાં એકાકાર થઈ ગયા છે. આ તકે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રેના સરસઘ ચાલક ડો.જયંતીભાઈ ભાડેશીયા, રવાપર ગામના પૂર્વ સરપંચ ગોપાલભાઈ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.