મોરબી : મોરબી રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી બે મહિલા સહિત ચાર શખ્સોને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે મોરબી રેલ્વે સ્ટેશન પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા નુરમામાદભાઇ અભરામભાઇ લઢર, સીદીકભાઇ અભરામભાઇ લઢર, ખતુનબેન અલીયાસભાઇ ચૌહાણ અને સંગીતાબેન ગોવિંદભાઇ બોરસે નામના મહિલાને રોકડા રૂપિયા 4390 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.