મોરબી : મોરબી જીલ્લામા આવતીકાલે મુસ્લીમ બિરાદરો દ્વારા બકરી ઇદના તહેવારની ઉજવણી થનાર છે. જેના અનુસંધાને માળીયા પો.સ્ટે. વિસ્તારમા શાંતી પૂર્વક અને કોમીએકતાના વાતાવરણ સાથે તહેવારની ઉજવણી થાય તે અનુસંધાને મોરબી જિલ્લાની હાલની પરીસ્થિતીને ધ્યાને લઇ બકરી ઇદ તહેવારની ઉજવણી અંગે માળીયા ટાઉનમા ઝુલુસના રૂટ ઉપર ફલેગમાર્ચ કરવામા આવેલ હતી. જેમા માળીયા પો.સ્ટે.ના પીએસઆઈ બી.ડી. જાડેજા અને ૪૫ કર્મચારીઓ જોડાયેલ હતા.