મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતી બે મહિલા સહિત ચાર જુગારીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 10,550 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમે ગઈકાલે વિશિપરાના કુલીનગરમાં ઉજાલા ડેરી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમી રહેલ રંજનબેન મુનાભાઇ બાલુભાઇ ગોરાવા, હનિફાબેન સઇદુભાઇ મેપાભાઇ, અશગરભાઇ હુશેનભાઇ સેડાત અને અબ્દુલભાઇ રહિમભાઇ ભટીને ઝડપી લઇ રોકડા રૂપિયા 10,550 કબ્જે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.