મોરબી તાલુકા પોલીસે જુગારીઓને રૂ.૩૨૧૭૦/- રોકડ સાથે ઝડપી લીધા મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામે જાહેરમાં જુગાર રમતા સાત લોકોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા. મોરબી તાલુકા વિસ્તાર પોલીસ પેટ્રોલીંગ હતી તે દરમ્યાન પંચાસર ગામે રામજી મંદિર પાસે સાત લોકો જુગાર રમતા પોલીસની હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે રોકડ રૂ. ૩૨૧૭૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કરી 1. મનસુખભાઇ શીવજીભાઇ કાનાણી 2. ભરતસીહ ગણુભા ઝાલા ૩. ગનીભાઇ મામદભાઇ ઓડીયા 4. ભુપેન્દ્રસીંહ વજુભા ઝાલા 5. ગોપાલભાઇ હરીશભાઇ જોષી 6. ગંભીરસીહ સુરૂભા ઝાલા 7. વિક્રમસીહ કેશુભા ઝાલાની ધરપકડ કરી હતી. આ કામગીરી પોલીસ હેડ કોન્સ દીનેશભાઈ હનાભાઇ બાવળીયા તથા હરેશકુમાર ઈન્દુલાલ આગલ તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ખોડુભા ઝાલા તથા પો.કોન્સ. રમેશભાઈ રાજાભાઈ મુંધવા તથા જયદીપભાઈ હર્ષદભાઈ પટેલ દ્રારા કરવામાં આવી હતી.