મોરબી : મોરબીમાં આજે બીજા દિવસે પણ મેઘસવારી આવી પહોંચી છે સવારના 10 વાગ્યા પછી ધીમીધારે વરસાદ શરૂ થયો છે અને હાલ આકાશમાં મેધાવી માહોલ જોતા દિવસ દરમિયાન વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.મોરબીમાં ગઈકાલે મેઘરાજાએ મુકામ કર્યા બાદ રાતભર ઝરઝર ઝરઝર વરસાદ થયો હતો. જોકે સવાર થતા વરસાદે વિરામ લીધો હતો. પણ પછી દસ વાગ્યાની આસપાસ મોરબીમાં આકાશ કાળા ડિબાંગ વાદળોની જમાવટ સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું.