એસટી ચાલક અને હળવદ ડેપોના સ્ટાફે માનવતા મહેકાવી સારવાર માટે બસને હોસ્પિટલ દોડાવી પરંતુ માજીનો જીવ ન બચ્યો હળવદ : આજે બપોરના અંબાજી-મોરબી રૂટની એસટી બસમાં ઇડરથી મોરબી આવી રહેલ એક ૬૫ વર્ષીય વૃધ્ધાનું હળવદ નજીક એસટી બસમાં બેભાન અવસ્થામાં મુકાઈ ગયા હતા અને મોઢામાંથી લોહી નીકળવા લગતા તાકીદે બસને સીધી જ હળવદ હોસ્પિટલે લઈ ગયા હતા પરંતુ વૃધ્ધાનો જીવ બચાવી શક્યા ન હતા. જો કે, વૃધ્ધા સાથે આઠ વર્ષનું બાળક સાથે હોય બાળક પણ બેબાકળું બની ગયું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ અંબાજી-મોરબી રૂટની એસટી બસમાં ઇડરથી ગંગાબેન મોહનભાઈ નામના અંદાજે 65 વર્ષીય મહિલા તેમજ તેમની સાથે એક આઠ વર્ષનો બાળક મોરબી આવી રહ્યા હતા તે વેઆએ હળવદ નજીક એસટી બસ પહોંચતા આ મહિલાના મોઢામાંથી લોહી નીકળતા એસટી બસના ચાલક અશોકપરી ગોસ્વામીએ બસ સીધી જ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને હળવદ એસટી બસ કંટ્રોલ પોઇન્ટ માં રહેલ પ્રવીણભાઈ રબારી ને ફોન કરતા તેઓ પણ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી માનવતા મહેકાવી હતી. જોકે આ વૃદ્ધ મહિલા ને સારવાર મળે તે પહેલાં જ તેઓનું મોત થયું હતું જેથી આ બનાવવાની જાણ મહિલાના પરિવારજનોને કરવામાં આવી છે તેમજ મહિલાનું મોત શા કારણે થયું તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે.