જૂનાગઢના ચાપરડા ખાતે આગામી તા.9 અને 10 ના રોજ યાજાશે સૌરાષ્ટ્ર પ્રાંતનું પ્રથમ અધિવેશન મોરબીઃ આગામી તારીખ 9 અને 10 જુલાઈના રોજ જૂનાગઢથી 30 કિલોમીટર દુર આવેલી બ્રહ્માનંદ વિદ્યાલય- ચાપરડા ખાતે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતનું પ્રથમ અધિવેશન મળવા જઈ રહ્યું છે. આ અધિવેશનમાં મોરબી જનપદ તરફથી કુલ 40 કાર્યકરો ભાગ લેશે. જૂનાગઢના ચાપરડાની બ્રહ્માનંદ વિદ્યાલય ખાતે મળનારા સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રથમ અધિવેશનમાં સૌરાષ્ટ્રભરના કાર્યકરો ભાગ લેવા માટે આવશે ત્યારે મોરબી જનપદ તરફથી પણ 22 ભાઈઓ, 13 બહેનો અને 5 બાળકો એમ કુલ 40 કાર્યકરો ભાગ લેશે. આ અંગેની માહિતી સંસ્કૃત ભારતી મોરબી જનપદ સંયોજક કિશોરભાઈ શુક્લ અને સહસંયોજક મયુરભાઈ શુક્લ દ્વારા આપવામાં આવી છે.