મોરબી : મોરબી મહેન્દ્રનગર ચોકડીથી આગળ પીપળી રોડ ઉપર નવા બંધાય રહેલા બિલ્ડીંગમાં ત્રીજા માળેથી પટકાતા અર્જુનભાઈ છનાભાઈ કોળી, રહે, મહેન્દ્રનગર વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.