મોરબી : ચોમાસુ બેસી ગયું હોવા છતાં હજુ મોરબીમાં મેઘરાજા મન મુકીને વરસ્યા નથી.ત્યારે મોરબીની જીવાદોરી કહી શકાય તેવા મચ્છુ-2 ડેમની પરિસ્થિતિ જોઈએ તો મચ્છુ-2 ડેમમાં 27 ટકા જેટલું પાણી સંગ્રહિત છે. 33 ફૂટની સપાટી ધરાવતા મહાકાય મચ્છુ ડેમમાં 17.5 ફૂટ જેટલું પાણી ભરેલું છે. જીવંત જથ્થો 714 એમસીએફટી અને કુલ પાણીનો જથ્થો 848 એમસીએફટી છે. દરરોજના છ એમસીએફટી પાણીનો ઉપાડ છે. એટલે આ મચ્છુ ડેમમાં હજુ વરસાદ ન થાય તો પણ 3 મહિના સુધી ચાલી શકે તેટલું પાણી છે. એટલે મચ્છુ નદીનો જળવૈભવ યથાવત છે.