મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી પરિવાર દ્વારા સદગુરુની SAVE SOIL 'જમીન બચાવો પર્યાવરણ બચાવો' બાઇક રેલીનું ઉમિયા નગર સર્કલ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાઈક સવાર મિત્રોને ચા, પાણી, આઇસક્રીમનું વિતરણ કરાયું હતું. લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના માર્ગદર્શક એમ.જે.એફ. લાયન રમેશભાઈ રૂપાલા (2nd Vice District Governor) તથા લાયન મનીષભાઈ પારેખ (Zone Chairperson) તેમજ લાયન્સ કલબના પાસ્ટ પ્રેસિડેન્ટ લાયન ટી. સી. ફૂલતરિયાનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ અવસરે પ્રોજેક્ટના ચેરમેન લાયન રશ્મિકાબેન રૂપાલા, પ્રેસિડેન્ટ લાયન જગદીશ કુમાર કાવર, લાયન મીનાક્ષીબેન કાવર, લાયન મનસુખભાઈ જાકાસણિયા, લાયન મહાદેવભાઈ ચિખલિયા સહિતના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. સદગુરુનું મિશન 'SAVE SOIL' 100% પૂર્ણ થાય તે માટે લાયન્સ પરિવાર મોરબીએ શુભેચ્છાઓ પાઠવી હતી.