કિશાન સંઘની આગેવાનીમાં ખેડૂતોએ ઉગ્ર દેખાવો સાથે કલેકટરને આવેદન આપ્યું મોરબી : મોરબીમાં આજે કિશાન સંઘની આગેવાની હેઠળ કલેકટર કચેરી ખાતે ખેડૂતોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. એક સમાન વીજ દર મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વીજ મીટર આધારિત નહિ પણ હોર્સ પાવર આધારિત વિજબીલ આપવાની માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું હતું. મોરબીની કલેકટર કચેરી ખાતે વીજ મીટર આધારીત વિજ્દરને હોર્સ પાવર આધારીત વિજદરમાં લાવવા અને સ્થાનીક ખેડૂતોની સમસ્યાઓને લઈને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કિસાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે. જેમાં બન્નેના વિજદરમાં તફાવત છે. જેથી વિજ મીટર આધારીત ખેડૂતોને નુક્શાની જાય છે. જેથી મીટર આધારીત ખેતીને પણ હોર્સ પાવર આધારીત ભાવથી વિજ પુરવઠો આપી સમાનતા લાવવા અને સ્થાનીક પણ નીચે મુજબના પ્રશ્નોનું અમને આપશ્રીને સરકાર સમક્ષ અમારા પ્રશ્ન રજુ કરવા આવેદન આપીએ છીએ. અમારા આવેદન રૂપી અવાજને મુખ્યમંત્રી સુધી પહોંચાડો. મીટર આધારીત વિજદર અને હોર્સ પાવર આધારીત વિજદરમાં સમાનતા લાવવાની માગ કરી છે.