પતિ-પત્ની મેડી ઉપર હોય એટલી જ વારમાં નીચેથી તસ્કરો મકાનની જાળી ખોલી કળા કરી ગયા હળવદ : હળવદ પંથકમાં તસ્કરોની હિંમત એટલી બધી વધી ગઈ છે કે હવે ધોળા દિવસે પણ હાથ સાફ કરતા જરાય ખચકાતા નથી. આવા જ એક બનાવમાં હળવદમાં પીજીવીસીએલના કર્મચારીના મકાનમ ધોળે દહાડે ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિ પત્ની બન્ને મેડી ઉપર હતા. એટલી જ વારમાં તસ્કરો કળા કરી ગયા હતા. હળવદની હરિદર્શન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને પીજીવીસીએલમાં નોકરી કરતા સાધુ ચિરાગભાઈ કાંતિલાલના મકાનમાં આજે સવારે 9-30 થી 10 વાગ્યા દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. પીજીવીસીએલના કર્મચારીનું કહેવા મુજબ તેઓ સવારે ફ્રેશ થઈને આજે રવિવાર હોવાથી 9-30 થી 10 વાગ્યા દરમિયાન વાંચવા માટે મેડી ઉપર ગયા હતા અને એમના પત્ની મેડી ઉપર જ કપડા ધોઈને સુકવી રહ્યા હતા. એટલે બેનને પતિ પત્ની ઉપર હોય એ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો તેમના નીચેના મકાનમાં ઘુસ્યા હતા. જો કે નીચેના મકાનની બહાર જાળી બંધ હતી. પણ અંદરનો રૂમ ખુલ્લો હતો. આ તકનો લાભ લઈને માટે અડધી કલાકમાં તકસરો પોતાનું નસીબ અજમાવી ગયા હતા. પીજીવીસીએલના કર્મચારીના કહેવા મુજબ તસ્કરો તેમના ઘરમાં ઘુસી ઘરમાં રહેલા તેમના પાકિટ સહિત રૂ.12,500 રોકડા અને એક સોનાનો ચેઇન ચોરી ગયા હતા. આ સોસાયટી અને આસપાસમાં 150 જેટલા મકાનો હોવા છતાં તસ્કરો કળા કરી જવામાં સફળ રહ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને રૂટિન કાર્યવાહી કરી હતી.