મોરબી : મોરબી સુપર ટોકીઝ પાસેથી સિટી એ ડિવિઝન પોલીસે જાહેરમાં આંકડા મીંડીનો જુગાર રમાડતા બે ઇસમોને ઝડપી લઈ રોકડા રૂપિયા 4500 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે સુપર ટોકીઝ નજીકથી ઈબ્રાહીમભાઈ ઓસમાણભાઈ પલેજા, રહે. વીશીપરા બીલાલી મસ્જીદ પાસે તેમજ ગુલામહુશૈનભાઈ આમદભાઈ ગાલબ, રહે. મહેદ્રપરા શેરી નં.21વાળાને આંકડા મીંડીના જુગારની કપાત લેતા ઝડપી લઈ આંકડા મીંડી લખેલી ચિઠ્ઠી, બોલપેન તેમજ રોકડા રૂપિયા 4500 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.