દાવતે ઇસ્લામી ઇન્ડિયાના ડિપાર્ટમેન્ટ ગરીબ નવાજ રીલીફ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણનું જતન કરવાનો પ્રયાસ કરાયો મોરબી : મોરબી શહેર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં દાવતે ઇસ્લામી ઇન્ડિયાના ડિપાર્ટમેન્ટ ગરીબ નવાજ રીલીફ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ રીતે આ સંસ્થાએ પર્યાવરણનું જતન કરવાનો હકારાત્મક પ્રયાસ કરાયો હતો. મોરબી શહેર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં દાવતે ઇસ્લામી ઇન્ડિયાના ડિપાર્ટમેન્ટ ગરીબ નવાજ રીલીફ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ ગત તા.1 જુલાઈ 2022થી વૃક્ષારોપણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે બપોરે ત્રણ કલાકે મોરબીના જિલ્લા સેવા સદન કચેરી ખાતે વૃક્ષારોપણ શરૂ કરેલ છે. આ કાર્યક્રમમાં દાવતે ઈસ્લામી ઇન્ડિયાના ડિપાર્ટમેન્ટ ગરીબ નવાજ રીલીફ ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરેલ હતું. જેમાં તુફેલ અન્સારી, હાજી અયુબભાઈ, હાજી સરફરાજભાઈ, ઇમરાન ભાઈ ઠાસરીયા, મુસ્તુફા પાયક, અબ્દુલભાઈ વડાવરીયા, ઇમરાનભાઈ મોવર, મુસ્તાક દિલાવર સેડાત, હાજી વસીમભાઈ. સહિતના યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરેલ હતું તેમાં મુસ્લિમ અગ્રણી ભારતીય જનતા પાર્ટી મોરબી નગરપાલિકા આરોગ્ય સમિતિ ચેરમેન આસિફભાઇ રહીમભાઈ ઘાંચી હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.