મોરબી : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી પ્રભુ ભક્તિ કરવાની ઉંમરે તિનપતિના જુગારની મજા માણતા ત્રણ વૃદ્ધને ઝડપી લઈ રોકડા રૂપિયા 5,500 કબ્જે કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રનગર શીતળા માતાજીના મંદિર નજીકથી જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા કુંવરજીભાઇ વશરામભાઇ કાવર, ઉ.60, રહે.મહેન્દ્રનગર પટેલનગર પેલી શેરી, મનસુખભાઇ મહાદેવભાઇ કાલરીયા, ઉ.62, રહે.મહેન્દ્રનગર જયભગવાન શેરી અને શિવાભાઇ પોપટભાઇ ફેફર ઉ.60, રહે.મહેન્દ્નનગર શીતળામાં મંદિર વાળી શેરી વાળાને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 5,500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.