હળવદના મિયાણી ગામે સેવાસેતુનો ફિયાસ્કો થયાનો અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિધ્ધ થતા અધિકારી હરક્તમાં આવ્યા હળવદ : હળવદ મિયાણી ગામે શનિવારે યોજાયેલા સેવાસેતુનો ફિયાસ્કો થયાનો અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિધ્ધ થતા અધિકારી હરક્તમાં આવ્યા હતા. ટીડીઓએ ગંભીર નોંધ લઈને આજે રજાના દિવસે પણ સ્ટાફ પાસે કામગીરી કરાવી હતી. જેમાં સેવાસેતુમા આધારકાર્ડની કામગીરી ન થતા આ અધિકારીએ આજે રજાના દિવસે લોકોની આધારકાર્ડની કામગીરી કરાવીને પોતાની ફરજ નિષ્ઠાનો પરિચય કરાવ્યો હતો. હળવદમાં ગઈકાલે બે સ્થળે સેવાસેતુના કાર્યક્રમ યોજાયા હતા. પણ બન્ને નિષ્ફળ રહ્યા હતા. એક તો હળવદની ખાનગી સ્કૂલમાં બાળકોનું ભણતર બગાડીને સેવાસેતુ યોજ્યો પણ એમાં લોકોના કામ જ ન થયા. બીજા સ્થળ હળવદ મિયાણી ગામે પણ સેવાસેતુની આવી જ હાલત હતી.જેમાં મોટાભાગના લોકો આધારકાર્ડની કામગીરી કરવા આવ્યા હતા. પરંતુ સેવાસેતુના કાર્યક્રમની શરૂઆતથી અંત સુધીમાં આધારકાર્ડની કોઈ કામગીરી ન થતા લોકો નિરાશ થયા હતા. આધારકાર્ડની કામગીરી ન થઈ હોવાનો અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા હળવદના તાલુકા વિકાસ અધિકારી જી.બી. ચૌધરી આ બાબતની ગંભીર નોંધ લઈ જે સેવાસેતુમાં જે લોકોની આધારકાર્ડની કામગીરી થઈ ન હતી તેવા લોકોને સ્કૂલે આજે રવિવારે રજા હોવા છતા સ્ટાફને હજાર રાખીને આધારકાર્ડની કામગીરી કરી દીધી હતી અને 37 જેટલા લોકોને આધારકાર્ડની કામગીરી કરી દીધી હતી.