મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર સર્વિસ રોડ ઉ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો પરથી હાઇવે ઉપર ચડી રહેલા બાઈક ચાલકને ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - વાંકાનેર હાઇવે ઉપર નિર્મળ જ્યોત પેટ્રોલ પંપ સામે સર્વિસ રોડ ઉપર ચડવા જઈ રહેલા વાંકાનેર અરૂણોદય સોસાયટીમાં રહેતા ભાવીનભાઇ ચંપકભાઇ ધરોડીયાને હાઇવે ઉપરથી સર્વિસ રોડ ઉપર જઈ રહેલા ટ્રક નંબર જીજે-36-વી-3166ના ચાલકે ગફલત ભરી રીતે ટ્રક ચલાવી હડફેટે લેતા ભાવિનભાઈને જમણા પગે મુંઢ ઇજા તથા જમણા ગોઠણે તથા જમણી કોણીએ ઇજાઓ પહોંચાડી નાસી ગયો હતો. આ બનાવ અંગે ભાવિનભાઈની ફરિયાદને આધારે સિટી બી ડિવિઝન પોલીસે નાસી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯,૩૩૭,૪૨૭ તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.