પીજીવીસીએલ તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ ઘટના બનતા ગ્રામજનોમાં ભારે રોષ મોરબી : મોરબીના આંદરણા ગામે પાંચ ભેંસોને વીજશોક લાગ્યો હતો. જેમાં એક ભેંસનું મોત નીપજ્યું હતું.પીજીવીસીએલ તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ ઘટના બનતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના આંદરણા ગામે સીમમાં કેટલીક ભેંસો લીલાછમ ચારામાં ચરતી હતી. પણ તે દરમિયાન પીજીવીસીએલની ગંભીર બેદરકારીને કારણે જમીન ઉપર જીવિત વીજ વાયરો પાડ્યા હોય ભેંસો ચરતી ચરતી આ જમીન ઉપર પડેલા જીવિત વીજ વાયરને અડકી જતા ભારે કરુણ દુર્ઘટના બની હતી. જેમાં આંદરણા ગામના માલધારી ગોપાલભાઇ બાંમ્ભવાની ભેસો વીજશોકની ઝપેટમા આવી ગઈ હતી. પાચ ભેસો વીજશોક લાગ્યો હતો. જેમાંથી એક ભેંસનું મોત નીપજ્યું હતું. તંત્રએ ખુલ્લા વીજ વાયર છોડી દેતા આ ઘટના બનવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ ઉઠ્યો હતો અને આ મામલે જવાબદાર સામે ગંભીર પગલાં લેવા અને ભેસના મોતથી માલધારીની આર્થીક ફટકો પડતા તેમને વળતર આપવાની માંગ ઉઠી છે.