મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે વજેપર વિસ્તારમાં દરોડો પાડી કારમાં રાખવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જો કે દારૂ મંગાવનાર આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. આ કિસ્સામાં પોલીસે વિદેશી દારૂ અને કાર સહિતની મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વજેપર શેરી નંબર 4 માં પડેલી કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ છે. જેને પગલે પોલીસે ઉક્ત સ્થળે દરોડો પાડી કાર ચેક કરતા મારુતિ સુઝુકી કંપનીની કારમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 3600 મળી આવી હતી. જો કે દરોડા દરમિયાન દારૂનો જથ્થો મંગાવનાર કાર માલિક અરવીંદભાઇ દાદુભાઇ બાટી, રહે. મોરબી વજેપર શેરી નં.4 મળી આવ્યો ન હતો. આ કેસમાં પોલીસે આરોપી અરવીંદભાઇ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી 2 લાખની કાર તેમજ વિદેશી દારૂ મળી 2,03600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.