મોરબી : મેઘરાજાની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ મેઘરાજા હજુ મનમૂકીને વરસતા નથી. ત્યારે આજે શુક્રવારે બપોરે 2 થી 4માં વાંકાનેરમાં 8mm વરસાદ પડ્યો હોવાનું સરકારી તંત્રે જણાવ્યું હતું. જિલ્લામાં અન્ય કોઈ જગ્યાએ સરકારી ચોપડે વરસાદ નોંધાયો નથી.