હળવદના નકલંકધામ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી નકલંક ગુરુધામ ખાતે બોહળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ઉમટ્યા :દિવ્ય અને અલૌકિક પ્રસંગનું પુલકિંત વાતાવરણ સર્જાયું : હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લઈ પૂજ્ય બાપુ પાસે આશીર્વાદ મેળવ્યા હળવદ : ધાર્મિક પર્વ અને સંસ્કૃતિનું મહત્વ અકબંધ રીતે જોવા મળે છે જેમાં અષાઢી ધણી બીજના બારબીજના ધણી તરીકે પૂજાતા રામદેવજી મહારાજ અને નેતલ દેવ સજોડે નકલંગ ધામ ખાતે બિરાજમાન છે હળવદના શક્તિનગર પાસે આવેલ નકલંક ધામ મંદિરમાં અષાઢી બીજ નિમિત્તે ધ્વજારોહણ,પૂજન,હવન, સંતવાણી,108 દિવડાની મહા આરતી અને ખાસ કરીને પાઠનું વિશેષ મહત્વ હોય છે ત્યારે આજરોજ નકલંક ધામ ખાતે અષાઢી બીજના પાવન દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટીયું હતું જ્યારે અષાઢી બીજના પવિત્ર પ્રસંગે આજે રાજ્યના જુદા જુદા વિસ્તારમાંથી આવતા શ્રદ્ધાળુએ શ્રી નકલંક ગુરૂધામ ખાતે બિરાજતા રામદેવપીરજી મહારાજના દર્શનનો લાભ લીધો હતો. હળવદ હાઇ-વે પર આવેલ નકલંક ગુરૂધામ ખાતે અષાઢી બીજ નિમિત્તે રામદેવજી મહારાજના દર્શનાર્થે હજારોની સંખ્યામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પગપાળા તેમજ વાહનો મારફતે આવી દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. ત્યારે નકલંગ ધામ મંદિરના મહંત પૂજ્ય શ્રી દલસુખ બાપુએ જણાવ્યું હતું કે નકલંકધામ ખાતે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદ થી લઇ ચા-પાણી સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે.ઉપરાંત નકલંક ગુરુધામ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં બોહણી સંખ્યામાં રામદેવજી મહારાજના ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો તો સાથે જ રામદેવજી પાઠ,રાત્રીના ભવ્ય સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન પણ નકલંક ગુરુધામ ખાતે કરાયું છે.