મોરબી : બીટરૂટ નામ સાંભળતા જ તમને આ ઈડલીનો થોડો ઘણો અંદાજ આવી જ ગયો હશે. બીટરૂટ ઈડલી જેટલી પોષણથી ભરપૂર છે, તેટલી જ બનાવવામા પણ સરળ છે. તમને સવારના નાસ્તામાં, લંચમાં કે રાત્રિના ભોજનમાં ઈડલી ખાવાનું પસંદ હોય. તો આ ઈડલી એકવાર જરૂર ટ્રાય કરો. બીટરૂટ એ ઓછી કેલરીવાળી શાકભાજી છે. તેમાં પોટેશિયમ, વિટામિન એ, આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ સારી માત્રામાં હોય છે. સોજી, દહીં અને બીટરૂટ સાથે તૈયાર કરેલી ગુલાબી ઈડલી 30 મિનિટથી પણ ઓછા સમયમાં તૈયાર થઈ જશે અને તેને ખાવાથી તમને સંપૂર્ણ પોષણ મળશે. સૌથી મહત્વની વાત એ છે કે આ ઇન્સ્ટન્ટ ઇડલી બેટરને આથો લાવવાની જરૂર નથી. તેને ઈડલી મેકર અથવા પ્રેશર કૂકરમાં સરળતાથી રાંધી શકાય છે. તો આવો જાણીએ રેસીપી. સામગ્રી:- બીટરૂટ 2 કપ શેકેલી સોજી જરૂર મુજબ પાણી સ્વાદ માટે મીઠું એક કપ દહીં એક સલાદ બીટરૂટ ઈડલી બનાવવાની રીત:- સૌ પ્રથમ એક બાઉલમાં શેકેલો રવો, દહીં અને એક કપ પાણી મિક્સ કરો. તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીને તેમાંથી સ્મૂધ બેટર તૈયાર કરો. તેને 10 મિનિટ માટે આરામ પર રાખો. હવે બીટરૂટને છોલીને તેના ટુકડા કરી લો. તેને બ્લેન્ડરમાં નાંખો અને તેની પેસ્ટ બનાવો. ઇડલીના બેટરમાં બીટરૂટની પેસ્ટ ઉમેરો અને ગુલાબી બેટર તૈયાર કરવા માટે તેને સારી રીતે મિક્સ કરો. જો બેટર ઘટ્ટ લાગે તો તેમાં 1/4 કપ પાણી ઉમેરી શકાય. હવે ઈડલીના મોલ્ડને ગ્રીસ કરો અને બેટરને મોલ્ડમાં રેડો. મોલ્ડને સ્ટીમરમાં મૂકો અને તેને 12 થી 14 મિનિટ સુધી સ્ટીમ કરો. બીટરૂટની ઈડલી સારી રીતે બાફ્યા પછી તૈયાર થઈ જશે. આ ઈડલી નાસ્તા, લંચ કે ડિનરમાં સાંભાર અથવા નારિયેળની ચટણી સાથે ખાઈ શકાય છે.