અધિકારીઓ ગેરહાજર રહેતા હોવાની જનતાની વ્યાપક ફરિયાદ મોરબી : મોરબી લાલબાગ સ્થિત તાલુકા સેવા સદનમાં જવાબદાર અધિકારીઓ ખરા સમયે જ હાજર રહેતા અરજદારોને આવા રામરાજમાં ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. મોરબી લાલબાગ સ્થિત તાલુકા સેવા સદનમાં આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમિલેયર સહિતના દાખલ નીકળતા હોય મોટા પ્રમાણમાં અરજદારો આવતા હોય છે પરંતુ અધિકારીઓ પોતાની મનમાની ચલાવી મન પડે ત્યારે આવતા હોય લોકોને કલાકો સુધી લોઢા શેક કરવો પડી રહ્યો છે. અધિકારી ગેરહાજર રહે છે. વધુમાં નાગરિકો કોઈપણ દાખલો કઢાવા માટે જાય ત્યારે રૂમ નં.8ના અધિકારીની સહિની જરૂર પડે છે.તે માટે રૂબરૂ જાય ત્યારે જણાવે છે કે સવારે 11 થી 2ના સમયમાં આવવું. આમ જનતાને ઓફિસે ધક્કા ન થાય તે માટે બહાર સૂચના બોર્ડ લગાવવું જોઈએ કે ઓફિસનો સમય સવારે 11 થી 2 અને બપોરે 3 થી 5 વાગ્યાનો છે. છતાં આવા કોઈ સૂચના બોર્ડ લગાવાતા નથી અને અધિકારી હાજર રહેતા નથી જેથી લોકોને અનેક ધક્કા ખાધા બાદ જ કામગીરી થતી હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે.