મોરબી : મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલના સ્ટુડન્ટ્સ દ્વારા ડોકટર ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ ડોક્ટર્સ સાથે મુલાકાત કરી હતી અને શાળામાં ડોક્ટર્સ સાથેના અનુભવો વર્ણવ્યા હતા. મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલના સ્ટુડન્ટ્સ દ્વારા આજ 1 જુલાઇના રોજ ડોક્ટર ડે નિમિતે સ્કૂલ તરફથી આપેલ ટાસ્ક અનુસંધાને અલગ અલગ હોસ્પિટલ અને ક્લિનિક્સમાં જઇને દિવસ દરમિયાન ડોક્ટર કેવું વર્ક કરે છે.? તેનું નિરીક્ષણ કરી બીજા દિવસે સ્કૂલ પર બાળકોએ ક્લાસમાં ડોક્ટર સાથેના અનુભવો શેર કર્યા હતા. આ સાથે જ બાળકો અને ડોક્ટરોએ સાથે મળીને ડોક્ટર ડેની ઉજવણી કરી હતી.જેમાં મોરબીના ડૉક્ટરોએ સહકાર આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. નવયુગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં હર હમેશા વિદ્યાર્થીઓને નવું નવું જ્ઞાન તેમજ સમાજમાં બનતી ઘટનાઓ અને વાર તહેવાર દરમિયાન તહેવારનું મહત્વ સમજાઈ તથા સામાજિક અને સાંસ્કૃતિક રીતે બાળકોનો વિકાસ થાય તે માટે આવા અનેક અલગ અલગ ટાસ્ક આપવામાં આવતા હોય છે.જેમાં નવયુગના બાળકો તથા તેમના પેરેન્ટ્સ પણ રસભેર ભાગ લેતા હોય છે.