શોભાયાત્રામાં ભરવાડ સમાજના લોકોએ રાહડા, ટીટોડો, હુડોની રમઝટ બોલાવી હળવદ : હળવદના સરભંડા ગામે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શોભાયાત્રામાં ભરવાડ સમાજના લોકોએ રાહડા, ટીટોડો, હુડોની રમઝટ બોલાવી હતી. હળવદના સરભંડા ગામે આજે અષાઢી બીજના પાવન અવસર નિમિતે મચ્છુ માતાજીના મંદિરે ભવ્ય ધ્વજારોહણ કર્યા બાદ મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ શોભાયાત્રા ગામ અખામાં ફરી હતી અને શોભાયાત્રા દરમિયાન ભરવાડ સમાજે રાહડા, ટીટોડો, હુડોની રમઝટ બોલાવી હતી અને મચ્છુ માતાજીની ભાવવંદના કરી હતી.