વાંકાનેર : મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા વાંકાનેર સી.પી.આઇ.ઓફીસ તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનુ વાર્ષિક ઇન્સપેકશન યોજવામાં આવ્યું હતું. દરમ્યાન પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ દરબાર તથા લોક દરબાર યોજી પોલીસ કર્મચારીઓના વેલ્ફર બાબતે ચર્ચા કરી અને પોલીસ કર્મચારીઓના અલગ-અલગ પ્રશ્નો સાંભળી પ્રશ્નોનુ યોગ્ય અને તાત્કાલીક નિરાકરણ આવે તે માટે લાગતી વળગતી શાખાના અધિકારીઓને સુચના આપી હતી. આ સાથે પોલીસ વડાએ લોક દરબારમાં વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી પધારેલ આગેવાનો, ખેડુત તથા વેપારીઓ સાથે રૂબરૂ સંવાદ કરી કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફીકના પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ લાવવા ખાત્રી આપેલ તેમજ પોલીસ અધિક્ષક દ્વારા હાલ યુગમાં ટીનેજરો દ્વારા મોબાઇલના બિન જરૂરી અને વધારે પડતા ઉપયોગથી થતા નુકશાન બાબતે હાજર માણસોને સમજ આપવામાં આવેલ તેમજ આ મેસેજ સમાજના લોકો સુધી પહોચાડી સમાજમાં જાગૃતતા લાવવા સુચન કરવામાં આવેલ હતુ.