મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં બનેલો બનાવ મોરબી : મોરબી તાલુકામાં લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ કારખાનામાં રહીને કામ કરતા શ્રમિકનું ગઈકાલે રાત્રી દરમિયાન ત્રીજા માળની છત ઉપરથી નીંદરમાં ને નીંદરમાં પડી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક આવેલ બાલાજી ઓટોપેક કારખાનાના કામ કરતા અને લેબર ક્વાટરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લાના હિડઇન ગામના વિનોદકુમાર રામેશ્વર ચમાર નામનો યુવાન ત્રીજા માળે છત ઉપર સૂતો હતો ત્યારે નીંદરમાં ને નીંદરમાં છત ઉપરથી પડી જતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.