મોરબી : મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોપડા વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ સાથે આ વર્ષે ઇનામ વિતરણ કાર્યક્રમ પણ કરવામાં આવશે. જેથી ધોરણ 1થી ગ્રેજ્યુએટ ઉપરના તમામ વિદ્યાર્થીઓ જેઓએ 50% થી વધુ માર્ક મેળવ્યા હોય તેવો ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2022 છે. ફોર્મ ભરવા માટે કાર્યાલય સોમવાર તથા ગુરૂવારે સાંજે 5:00 થી 6:00 કલાક દરમ્યાન ખુલ્લુ રહેશે. જે સમય દરમિયાન ફોર્મ ફરી જવા મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળની યાદીમાં જણાવ્યું છે.