હળવદ : આજરોજ હળવદ ખાતે ઝાલાવાડી સગર યુવક મંડળ દ્વારા સગર કુળના દાસારામ બાપાની ૨૭૩મી પુણ્યતિથિ નિમિતે સામૂહિક અષાઢી બીજનું આયોજન શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં બપોરે સમાજના લોકો માટે મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો. સામૂહિક અષાઢી બીજના દાતા વિપુલભાઈ કાનજીભાઇ કરેણા,અશ્વિનભાઈ કાનજીભાઇ કરેણા અને દિનેશભાઇ કાનજીભાઇ કરેણાનો યુવક મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.