અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ટર્મ ફી માત્ર રૂ.૧૦૦૦ મોરબી : મોરબી ખાતે ધોરણ ૯ થી કોલેજ સુધીના પુરુષ વિદ્યાર્થીઓને નજીવા દરે રહેવા જમવાની હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ હોસ્ટેલમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ટર્મ ફી માત્ર ૧૦૦૦/- રૂપિયા રાખવામાં આવી છે.વિદ્યાર્થીઓએ માત્ર કપડાં અને પુસ્તકો સાથે લાવવા રહેશે.અન્ય તમામ જાતની સુવિધા હોસ્ટેલ તરફથી પુરી પાડવામાં આવશે.વધુ માહિતી માટે ડૉ. પરેશ પારીઆ મો.૮૭૩૨૯૧૮૧૮૩ પર સંપર્ક કરવો.