મોરબી : આગામી તા.3/7/2022ને રવિવારના રોજ સવારે 10 થી 1:30 વાગ્યા દરમ્યાન ધનવંતરી ભવન, મોરબી ખાતે આયુર્વેદિક નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રાજકોટના નિષ્ણાંત આયુર્વેદિક ડોક્ટરો સેવા આપશે. જેમાં ડો.કૌશલ વ્યાસ, ડો. શ્રદ્ધા વ્યાસ, ડો.હરદેવસિંહ પરમાર તથા વૈદરાજ તળશીભાઈ કાસુન્દ્રા પોતાની સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા મધુસુદન ફાઉન્ડેશન-મોરબીના ડો.મધુસુદન પાઠકની યાદીમાં જણાવ્યું છે.