મોરબી : યોગ ટ્રેનર સર્ટીફીકેટ વિતરણ તેમજ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને યોગ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિ:શુલ્ક તાલીમ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા ખાતે તા.૨૯-૦૬-૨૦૨૨ને બુધવારના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનરના સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તેમજ યોગ ટ્રેનરના ઇન્ટરવ્યૂ ગોઠવેલ હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમાયેલ સૌરાષ્ટ્ર કચ્છના ઝોન યોગ કો-ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, કચ્છ જિલ્લાના જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ અને વાંકાનેર તાલુકાના યોગ કોચ દિપાલીબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તમામ યોગ ટ્રેનરના ફિટનેસ ટેસ્ટ લેવામાં આવેલ હતા આ આયોજન મોરબી જિલ્લાના યોગ કો ઓર્ડીનેટર વાલજી પી. ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરવ્યૂમાં ફીટ થાય બાદ તમામ યોગ ટ્રેનર દ્વારા પોતાના વિસ્તારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બેનર હેઠળ નિ:શુલ્ક યોગ વર્ગો શરૂ કરશે. તેમજ તા.૩૦-૦૬-૨૦૨૨ ને ગુરુવારના રોજ બપોરે ૪ થી ૫ દરમિયાન યોગ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે નિ:શુલ્ક યોગ ટ્રેનર તાલીમ અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન વિનય કરાટે એકેડમી અને ભક્તિ યોગ સેન્ટર, હરિ કૉમ્પ્લેક્સ, અવની ચોકડી પાસે, કેનાલ રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ હતું.