હળવદ : રાજસ્થાનના ઉદેપુરની ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના પ્રત્યાઘાત રૂપે હળવદમાં વિહિપ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. હળવદની સરા ચોકડી પાસે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદના પૂતળાનું ભારે રોસ સાથે દહન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ આતંકવાદ તેમજ પાકિસ્તાન હાય હાયની નારેબાજી કરી હતી. તેમજ સરકાર સમક્ષ આંતકીઓને તેમની જ ભાષામાં જ જડબાતોડ જવાબ આપવાની ઉગ્ર માંગ કરી હતી.