સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શન સહિતના કાર્યક્રમમાં આપશે હાજરી મોરબીઃ રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા આવતીકાલ તારીખ 30 જૂન અને 1લી જુલાઈ એમ બે દિવસીય મોરબી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. બ્રિજેશ મેરજા આવતીકાલે ગાંધીનગરથી મોરબી આવવા રવાના થશે અને મોરબીમાં સવારે 10 વાગ્યે એલઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે મોરબી સર્કિટ હાઉસ ખાતે જુદા જુદા પ્રશ્નો સંદર્ભે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક કરશે. સાંજે 4 કલાકે ઓમપાર્ક સોસાયટી, મોરબી ખાતે મચ્છુ-2 સિંચાઈ યોજનાની મુખ્ય નહેરની ડાયરેક્ટ માઈનોર નહેરના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે 5 વાગ્યે મોરબી માર્કેટ યાર્ડ ખાતે યોજાનારા ભાજપ સંગઠનના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ 6-30 કલાકે મોરબી તાલુકાના ભક્તિનગર ખાતે સ્થાનિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને રાત્રે 8-30 કલાકે રવાપર ખાતે બીએપીએસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રવાસના બીજા દિવસે તારીખ 1 જુલાઈ ને શુક્રવારના રોજ સવારે 9 વાગ્યે મોરબીના જનકલ્યાણેશ્વર મંદિર ખાતે ભાજપ દ્વારા આયોજિત સદસ્યતા નોંધણી કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત રહેશે. અને બપોરે 11 કલાકે મોરબીની હોટલ ધ ફર્ન ખાતે ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા એક્ષ્પોટર્સ મીટ-2022માં હાજરી આપશે.