મોરબી : મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનની પાંચ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે એક વધારાનો ફર્સ્ટ એસી કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: 1. ટ્રેન નંબર 22905/22906 ઓખા - શાલીમાર સુપર ફાસ્ટ એક્સપ્રેસ માં 03.07.2022 થી ઓખા થી અને 05.07.2022 થી શાલીમારથી. 2. ટ્રેન નંબર 22969/22970 ઓખા - વારાણસી સુપર ફાસ્ટ એક્સપ્રેસ માં 07.07.2022 થી ઓખા થી અને 09.07.2022 થી વારાણસીથી. 3. ટ્રેન નં. 19573/19574 ઓખા-જયપુર એક્સપ્રેસમાં 04.07.2022થી ઓખાથી અને 05.07.2022થી જયપુરથી. 4. ટ્રેન નંબર 22937/22938 રાજકોટ - રીવા સુપર ફાસ્ટ એક્સપ્રેસમાં 03.07.2022 થી રાજકોટ થી અને 04.07.2022 થી રીવા થી. 5. ટ્રેન નંબર 20913/20914 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા સુપર ફાસ્ટ એક્સપ્રેસ માં 07.07.2022 થી રાજકોટથી અને 08.07.2022 થી દિલ્હી સરાય રોહિલ્લા થી.