વારંવાર વાહનો ખાબકતા હોવાથી જોખમી કુંડીનો મોરબી અપડેટ અહેવાલ પ્રસારિત થતા તંત્રને ફરજનું ભાન થયુ મોરબી : મોરબીમાં નીંભર તંત્રના પાપે અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલી ખુલ્લી કુંડીમાં વધુ એક કાર ખાબકી હતી. જો કે સદનસીબે જાનહાની થઈ નથી. પણ વારંવાર ખુલ્લી કુંડીમાં આવા અનેક વાહનો ખાબકતા હોવાથી આ જોખમી ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડીનો મોરબી અપડેટમાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર હરક્તમા આવ્યું હતું અને રોતારાત આ કુડી રીપેર કરી હતી. મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આયુષ હોસ્પિટલ પાસે ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી ઘણા સમયથી જોખમી બની ગઈ છે. ખુલ્લી કુંડી મોટો ખાડો હોય એમાં ઢાંકણું ન મુક્તા આ ખાડો મોતનો કૂવો બની ગયો છે. અગાઉ અનેક વાહનો આ ખુલ્લા મોતના કુવામાં ખાબકી ચુક્યા છે. છતાં તંત્રની ઊંઘ ઊડી નથી. હાલ ચોમાસાની સિઝન હોય આ ખુલ્લો ગટરનો ખાડો વધુ જોખમી બની શકે એવી દહેશત વ્યક્ત કરાઈ હતી. કારણ કે, આ ખાડામાં વરસદના પાણી ભરાયેલા હોય એટલે પાણીને કારણે ખાડો ન દેખાતા વાહનો રીતેસર ખાડામાં ખાબકે છે. આવું જ આજે બન્યું હતું. જેમાં વરસાદી પાણી ભરેલા આ ગટરના ખાડામાં એક કાર બુરી રીતે ફસાઇ ગઈ હતી.આથી આ બનાવ અંગે મોરબી અપડેટ સવિસ્તર અહેવાલ પ્રસિદ્ધ કરી જાગૃત પ્રહરી તરીકે ફરજ અદા કરતા અંતે તંત્ર હરક્તમાં આવ્યું હતું અને ખુલ્લી ગટરની કુંડી ઉપર ઢાકણું મૂકીને મરમત કરી હતી.