મોરબીમાં 8મીમી, હળવદમાં 11મીમી અને માળિયામાં 15મીમી વરસાદ મોરબી : મોરબીમાં વિધિવત ચોમાસાના આગમન સાથે જ ગઈકાલે ટંકારા તાલુકામાં દોઢ ઈંચ અને વાંકાનેરમાં 20મીમી વરસાફ નોંધાયો હતો, જ્યારે માળીયા, મોરબી અને હળવદમાં પણ મેઘરાજાએ સુકન સાચવ્યું હતું. મોરબી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમના સતાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન ટંકારા તાલુકામાં સૌથી વધુ 40મીમી, વાંકાનેરમાં 20મીમી, માળિયામાં 15મીમી, હળવદમાં 11મીમી અને મોરબીમાં 08મીમી વરસાદ નોંધાયો હતો. ચાલુ વર્ષમાં મોસમનો કુલ વરસાદ જોઈએ તો ટંકારામાં 70મીમી, માળીયામાં 24મીમી, મોરબીમાં 29મીમી, વાંકાનેરમાં 32 મીમી અને હળવદમાં 20 મીમી વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે.