મોરબી: મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અધ્યયન મંડળ (બૌદ્ધિક વિભાગ) દ્વારા આગામી તારીખ 30 જૂન 2022 ને ગુરુવારના રોજ રાત્રે 9-15 થી 10-15 કલાક દરમ્યાન OM VVIM કોલેજ, શનાળા રોડ, મોરબી ખાતે બેઠક યોજાશે. આ બેઠકમાં 'ભારતીય સ્વાધિનતા સંગ્રામમાં શિક્ષણ જગતનું પ્રદાન' વિષય પર ડૉ. જયેશભાઇ પનારા વક્તવ્ય આપશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અધ્યયન મંડળ (બૌદ્ધિક વિભાગ) દ્વારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજજીવનને સ્પર્શતા વિવિધ વિષયોના બહુઆયામી અભ્યાસ માટે અધ્યયનશીલ લોકોને એકત્રિત કરી જે તે વિષયોના અધ્યયન, અનુસંધાન તથા સાહિત્ય નિર્માણ માટે અધ્યયન મંડળના નામથી પ્રયત્ન ચાલી રહ્યો છે. અધ્યયન મંડળની બેઠક આગામી ૩૦ જૂને યોજાનાર હોય આ બેઠકમાં હાજરી આપવા સૌ કોઈને અધ્યેતા તરીકે હાજરી આપવા જણાવાયુ છે.