મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આજે જિલ્લામાં નવા 3 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક વધીને 13 થઈ ગયો છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 436 દર્દીઓના સેમ્પલ લીધા હતા. આ દર્દીઓમાંથી મોરબી શહેરના 2 અને મોરબી ગ્રામ્યના 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ જિલ્લામાં આજે ત્રણ નવા કેસ નોંધાયા છે. બીજી તરફ વાંકાનેર તાલુકાના એક કોરોનાગ્રસ્ત દર્દી આજે રિકવર પણ થયા છે. આમ આજની સ્થિતિએ મોરબી જિલ્લાનો એક્ટિવ કેસનક આંક 13 એ પહોંચ્યો છે.