મોરબી: 25 જૂન વિશ્વ માદક પદાર્થ નિષેધ દિવસ અનુસંધાને 'ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર' દ્વારા પ્રેરિત 'આર્ય ભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ મોરબી ખાતે 'માદક પદાર્થ વિરોધ દિવસનાં અનુસંધાને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ. એમ. સાયન્સ કોલેજ મોરબીનાં એન.સી.સી ઓફિસર બી. એમ.શર્મા તથા જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીનાં માર્ગદર્શન હેઠળ પી.આઈ જે. એમ.આલ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. જેમાં આચાર્ય ડી. એ.ગોગરા, એલ. એમ. ભટ્ટ હાજર રહ્યા હતા તથા 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના કો ઓર્ડીનેટર દીપેનભાઈ ભટ્ટ દ્વારા એન.સી.સી. કેડેટને સમાજમાં ફેલાતાં નશીલા પદાર્થો અંગેની જાગૃતિ લાવવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.